Get The App

રોડ ઉપર રેતીના ઢગલાના લીધે બાઈક સ્લીપ થતાં યુવકનું મોત

Updated: Feb 16th, 2025


Google NewsGoogle News
રોડ ઉપર રેતીના ઢગલાના લીધે બાઈક સ્લીપ થતાં યુવકનું મોત 1 - image


- ખેડા- ધોળકા રોડ પર અકસ્માત 

- નડિયાદ શહેરની હોસ્ટેલમાં રહીને ભણતા મોરબીના બે યુવકો ભોલાદ દર્શને જતા હતા

નડિયાદ : ખેડા ધોળકા રોડ ઉપરથી પસાર થતી બાઈક ચાંદના નજીક રેતીના ઢગલા પર ચઢી જતા સ્લીપ થઈ જતા બાઈક સવાર બંને ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં બાઈકમાં પાછળ બેઠેલા યુવકનું ગંભીર ઈજા થતા મોત નિપજ્યું હતું. 

નડિયાદ ધરમશી દેસાઈ યુનિવસટીમાં અભ્યાસ કરતા દર્શન ગિરીશભાઈ ફેફર (રહે. અડેપુર તા. મોરબી) તેમજ એલિસ નિલેશભાઈ પાંચોટિયા (રહે. નવા સાદુલકા તા. મોરબી) હોસ્ટેલમાં રહે છે. ગઈકાલે તા.૧૪મીની રાત્રે દર્શન અને એલિસ મોટરસાયકલ લઇ ભોલાદ દર્શન કરવા જવા નીકળ્યા હતા. તેઓ ખેડા ધોળકા રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે ચાંદના મારુતિનંદન હોટલ સામે રેતીના ઢગલા ઉપર મોટરસાયકલ ચડી જતા સ્લીપ ખાઈ ગઈ હતી. જેથી બંને બાઇક સવારને રોડ ઉપર પટકાતા ઈજા થઈ હતી. અકસ્માતના બનાવની જાણ થતા આજુબાજુના લોકોએ બંને બાઈક સવારને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એલીસ નિલેશભાઈ પાંચોટિયા (ઉં.વ.૨૧)ને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે નિલેશ શિવલાલ પાંચોટિયાની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News