છત્રાલ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત
કલોલ : કલોલના છત્રાલ હાઈવે ઉપર અમૃત હોટલની સામે પુરપાટ નીકળેલા કોઈ અજાણ્યા વાહને એક યુવકને ટક્કર મારી હતી આ અકસ્માતમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું બનાવ અંગે પોલીસે તપાસ ચલાવી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલના હાઇવે ઉપર રાત્રિના સમયે
અમૃત હોટલની સામે એક યુવક પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેનું
વાહન ગફલત ભરી રીતે હંકારીને યુવકને ટક્કર મારી હતી આ અકસ્માતમાં યુવકને ગંભીર
ઇજાઓ પહોંચી હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું
ટૂંકી સારવાર બાદ મોત થયું હતું અજાણ્યા યુવકના મોત અંગે પોલીસે અકસ્માત કરીને
ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.