Get The App

મહેસાણામાં રક્ષક જ ભક્ષક બની, પોલીસ વાને અડફેટે લેતાં યુવકનું કમકમાટીભર્યું મોત

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
મહેસાણામાં રક્ષક જ ભક્ષક બની, પોલીસ વાને અડફેટે લેતાં યુવકનું કમકમાટીભર્યું મોત 1 - image


Road Accident In Mehsana: મહેસાણામાંથી અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના બસ સ્ટેન્ડ નજીક પોલીસ વાન નીચે યુવાન કચડાયો હતો. જેમાં યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થયું હતું. હાલ મૃતક યુવકની ઓળખ કરવામાં આવી રહી છે. જો કે, આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે આ દુર્ઘટના બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે સ્પીડ લિમિટ અને અકસ્માતને રોકવા પોલીસ જ્ઞાન આપે છે, ત્યારે આ મામલે કોઈ પગલાં લેવાઈ છે કે નહીં તે જોવાનું રહ્યું છે.

મહેસાણામાં રક્ષક જ ભક્ષક બની, પોલીસ વાને અડફેટે લેતાં યુવકનું કમકમાટીભર્યું મોત 2 - image


Google NewsGoogle News