જૂના રફાળેશ્વર પાસે ડેમૂ ટ્રેનની હડફેટે ચડી જતાં તરૃણનું મોત
મોરબી જિલ્લામાં આપઘાત, અપમૃત્યુના ૪ બનાવ
નાની વાવડીમાં વૃધ્ધને તથા મહેન્દ્રનગર અને વાંકાનેરમાં બે યુવાનોના ગળાફાંસો ખાઇ આપઘાત
મોરબીના પાનેલી રોડ મચ્છોનગરમાં રહેતા દર્શનભાઈ પીતાંબરભાઈ
ઝાલા (ઉ.વ.૧૩) જુના રફાળેશ્વર પાસે ડેમુ ટ્રેનની હડફેટે આવી જતા શરીર કપાઈ જતા મોત
થયું હતું. મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા પુજ્નાભાઈ મોતીભાઈ મકવાણા
(ઉ.વ.૬૭) નામના વૃદ્ધે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું. પોલીસ પાસેથી
પ્રાપ્ત વિગતો મુજબ મૃતક પુંજાભાઈ મકવાણાને હરસની અને છાતીમાં દુઃખાવાની બીમારી
હતી અને દવા લેવા છતાં મટતીના હોવાથી કંટાળી આપઘાત કરી લીધાનું ખુલ્યું છે.
મોરબીના મહેન્દ્રનગર ગામે કોસ્મો સિરામિક પાસે આવેલ
મફતિયાપરામાં રહેતા અજય લાભુભાઈ આદ્રોજા (ઉ.વ.૨૫) નામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત
કર્યો હતો. વાંકાનેર મિલ પ્લોટ નવજીવન સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ રમેશભાઈ દલસાણીયા
(ઉ.વ.૩૧) નામના યુવાને મકાનના પહેલા માળે આવેલ રૃમમાં પોતાની જાતે ગળેફાંસો ખાઈ
આપઘાત કર્યો હતો.