હાથબ ગામ નજીક બાઇક પરથી પટકાતાં યુવાનનું મોત
- યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડયો
- બન્ને કૌટુંબિક ભાઈઓ બાઈક લઈને હાથબથી ભડભીડીયા ગામે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ હાથબ ગામની વાડી વિસ્તારમાં રહેતા ભોળાભાઈ હરદાસભાઇ બારૈયા(ઉ.વ ૪૩) તેમના કૌટુંબિક ભાઈ રમેશભાઈ ગીગાભાઈ બારૈયા સાથે મોટરસાયકલ નંબર જીજે.૦૪.ઈક્યુ.૮૨૧૩ લઈને હાથબ ગામેથી ભડભીડીયા ગામ તરફ જતા હતા,તે દરમિયાન હાથબ ગામ નજીક રસ્તામાં બમ્પ આવતા રમેશભાઈનું મોટરસાયકલ અનબેલેન્સ થઈ ગયું હતું જેના કારણે અને પાછળ બેસેલાં ભોળાભાઈ મોટરસાયકલ પરથી રોડ ઉપર પટકાયા હતા, તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે ચકાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના ભાઈ અરજણભાઈએ કૌટુંબિક ભાઈ વિરૂદ્ધ પુરઝડપે અને બેફરકરાઈથી વાહન ચલાવી તેમના ભાઈને વાહનમાંથી નીચે પછાડી મોત નિપજાવ્યાની ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.