Get The App

જામનગરમાં પલળી ગયેલા પુસ્તકોના મામલે યુવક કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનું શિક્ષણ અધિકારીને આવેદન

Updated: Nov 30th, 2024


Google NewsGoogle News
જામનગરમાં પલળી ગયેલા પુસ્તકોના મામલે યુવક કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનું શિક્ષણ અધિકારીને આવેદન 1 - image


Jamnagar : જામનગર શહેરમાં પલળી ગયેલા પુસ્તકોના મામલે તપાસમાં ચાલતા ડીંડક અંગે યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઇ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું, જ્યારે સમગ્ર ગુજરાતના સૌથી નબળા અને ધીમા શિક્ષણ અધિકારી તરીકેનો એવોર્ડ પણ અપાયો હતો. અને દસ દિવસમાં તપાસ પૂર્ણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી અપાઇ હતી.

જામનગરમાં પલળી ગયેલા પુસ્તકોના મામલે યુવક કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનું શિક્ષણ અધિકારીને આવેદન 2 - image

 જામનગર શહેરમાં ગરીબ વિદ્યાર્થીઓ માટેના પુસ્તકો પલળી જવા અંગેનું પ્રકરણ કેટલાય સમયથી ચાલી રહ્યું છે. જેની તપાસના નામે ડીંડક ચાલતું હોવાની રજૂઆત સાથે આજે જામનગર શહેર યુવક કોંગ્રેસ તેમજ એનએસયુઆઈના કાર્યકરો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચીને જુદી જુદી પાંચ માંગણીઓ સાથેનું વિસ્તૃત આવેદનપત્ર પાઠવ્યું હતું.

 આ સમગ્ર પ્રકરણમાં અનેકવાર રજૂઆતો છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ ન હોવાથી યુવકુ કોંગી કાર્યકરો દ્વારા જામનગરના જિલ્લા શિક્ષણ અધિકારીને સમગ્ર ગુજરાતના સૌથી નબળા અને ધીમા અધિકારી તરીકેનો એવોર્ડ આપીને વિશેષ રીતે સન્માન કરવામાં આવ્યું હતું, જેથી ભારે કુતુહલ પ્રસર્યું હતું.

 સમગ્ર પ્રકરણની તપાસ 10 દિવસમાં પૂર્ણ કરવામાં નહીં આવે, તો આ મામલે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા વધુ ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે તેવી પણ ચીમકી અપાઈ હતી.



Google NewsGoogle News