હાથ પર ઝટકા મશીનનો વાયર બાંધી યુવાને કર્યો આપઘાત
કુતિયાણા તાલુકાના સિંધપુર ગામે
વિચિત્ર બનાવ અંગે પોલીસે હાથ ધરી તપાસ
પોરબંદર : પોરબંદરના કુતિયાણા તાલુકાના સિંધપુર ગામે એક યુવાને
ખેતરમાં પાકને પશુઓથી બચાવવા માટે રાખવામાં આવેલા ઝટકા મશીનનો વાયર કાંડા ઉપર
બાંધીને વીજ પ્રવાહ પસાર કરીને વિચિત્ર રીતે આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી
છે.
સિંઘપુર ગામે વાડી વિસ્તારમાં રહેતા પંકજ ઓડેદરા નામના યુવાને
કુતિયાણા પોલીસ મથકમાં એવું જાહેર કર્યું છે કે અરશીભાઈ ગીગાભાઈ ઓડેદરા નામનો ૪૫ વર્ષનો
યુવાન એકાદ વર્ષ પહેલાં માનસિક બીમાર હતો અને જુનાગઢ ખાતે સારવાર લીધી હતી અને હાલમાં
સારું હતું.
પોતાના ખેતરમાં કોઈ હાજર ન હતું. ત્યારે રાત્રે ૮.૩૦ વાગ્યે
ખેતરમાં પાકને પ્રાણીઓથી બચાવવા માટે રાખેલ ઝટકા મશીનના વીજ શોક માટે બાંધવાનો
લોખંડનો લાંબો તાર પોતાના જમણા હાથના કાંડા ઉપર બાંધી તથા બીજા છેડે પથ્થરનું લંગર
બાંધી ખેતરમાંથી પસાર થતી ૧૧ કે.વી. વીજ લાઈનના તારમાં નાખીને વીજ શોક લાગતા તેનું
મોત થયું હતું.