ગોકુલ પાર્કમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
અગમ્ય કારણસર આત્મઘાતી પગલું ભરી લીધું
એક બહેનથી મોટા યુવાનની સગાઇ પડધરી પંથકમાં થઇ હતીઃ પરિવારમાં શોક
રાજકોટ : આજીડેમ નજીક માડાડુંગર પાસે ગોકુલ પાર્કમાં રહેતા અભય
ગોરધનભાઇ દાણીધારીયા (ઉ.વ. ૨૬)એ ગળાફાંસો ખાઇ જીંદગી ટુંકાવી લીધાનો બનાવ પોલીસ
ચોપડે નોંધાયો છે.
ગોકુલ પાર્કમાં રહેતા અભયે ઘરે છતના હુકમાં સાલ વડે
ગળેફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનોને જાણ થતાં તત્કાલ ૧૦૮ને બોલાવાઇ હતી. જેના
તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જાણ થતાં આજીડેમ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૃરી
કાર્યવાહી કરી હતી.
મૃતક કારખાનામાં કામ કરતો હતો. તેની પડધરી પંથકની યુવતી
સાથે સગાઇ થઇ હતી. એક બહેનના એકલૌતા ભાઇના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
હાલ પોલીસે આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ જારી રાખી છે.