Get The App

ભાદરવી પૂનમના મેળામાં આસ્થાને વટાવવાનો પ્રયાસ, 1.20 લાખની નકલી નોટો સાથે યુવક ઝડપાયો

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
Fake Notes


Youth Caught With Fake Notes In Bhadaravi Poonam Melo : અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળમાં લાખો લોકો ઉમટી રહ્યા છે. ત્યારે આ તકનો લાભ લઈ નકલી નોટો વટાવવાનું કાવતરું ઝડપાયું છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે મેળામાં 500 રૂપિયાની નકલી નોટો વટાવવાનો પ્રાયસ કરનાર એક યુવકને ઝડપી પાડ્યો છે.

આ પણ વાંચો : આગામી 25 વર્ષમાં આપણા દેશને વિકસિત બનાવવાનો આ ગોલ્ડન પિરિયડ છે: નરેન્દ્ર મોદી

1.20 લાખ રૂપિયાની નકલી નોટો સાથે ઝડપાયેલો યુવક

પોલીસે 500ની 240 નકલી નોટો વટાવવા આવેલા ભરત પ્રજાપતિ નામના યુવકને નકલી નોટો સાથે ઝડપી પાડ્યો છે. કુલ 1.20 લાખ રૂપિયાની નકલી નોટો સાથે ઝડપાયેલો યુવક ભાભરના બુરેઠા ગામનો છે. આ યુવક પોતાના ઘરમાં કલર પ્રિન્ટર દ્વારા નકલી નોટો બનાવતો હતો તેવી માહિતી મળી છે.

આ પણ વાંચો : અમદાવાદ-ગાંધીનગર મેટ્રો અમદાવાદની જેમ દર 12 મિનિટે નહીં, પરંતુ સવા કલાકે આવશે

પોલીસે બાતમીના આધારે યુવકને ઝડપી પાડ્યો 

પોલીસે જણાવ્યું કે, 'ભાદરવી પૂનમના મેળામાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. મેળામાં કોઈ નકલી નોટો લઈને આવ્યું હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ LCBએ એક જ નંબરની 500ની 240 નકલી નોટો સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો.'


Google NewsGoogle News