જૂની અદાવતના ખારમાં યુવાન પર છરી વડે હુમલો, ૩ સામે ફરિયાદ
મોરબીના ગેસ્ટહાઉસ રોડ પર
ઘુંટુ ગામે બોરમાંથી પાણી આપવા બાબતે પાડોશી યુવાનનો વૃધ્ધા પર હુમલો, ધમકી
મોરબીના વિશીપરામાં રહેતા રફીક ઉમર સુમરા (ઉ.વ.૨૯) નામના
યુવાને આરોપી એજાજ નુરમામદ જામ,
રફીક નુરમામદ અને એક અજાણ્યા શખ્સ સહિતત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે
ફરિયાદીને આરોપી રફીક સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયો હતો જેનો ખાર રાખીને ત્રણેય
આરોપીઓ ગેસ્ટ હાઉસ રોડ પર સીપીઆઈ ચોક પાસે આવી છરી કાઢી ઝપાઝપી કરી ફરિયાદી રફીકને
છરીનો ઘા મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી સીટી એ ડીવીઝન
પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
ઘુટુ રામકો વિલેજ સોસાયટીમાં ર હેતા જોશનાબેન પ્રવિણભાઇ જોષી (ઉ.વ.૬૦) નામના વૃધ્ધ મહિલાએ આરોપી અશ્વિન બાવાજી વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે ફરિયાદીએ બે મહિના પૂર્વે શેરીમાં રહેતા રામબાઇને પાણીની જરૃરિયાત હોવાથી સંયુક્ત બોરમાંથી પાણી અપાયું હતું. આ બાબતે ફરિયાદીના પતિ પ્રવિણભાઇ સાથે આરોપી અશ્વિને બોલાચાલી કરી હતી. જેનો ખાર રાખી પતિ અને દીકરો બહાર કામ માટે ગયા હતા ત્યારે આરોપી અશ્વીને ઘરમાં પ્રવેશ કરી પથ્થરના ઘા કરી સામાન્ય ઇજા પહોંચાડી અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.