સુરેન્દ્રનગર ઉદ્યોગનગરમાં યુવક પર લોખંડની ટામી વડે હુમલો
વઢવાણના મફતિયાપરૂમાં રહેતા બે શખ્સ સામે ફરિયાદ
હુમલાખોરોએ કારને નુકસાન પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરના ૮૦ ફુટ રોડ પર આવેલ પ્રતિક્ષા હોમ પાસે જાહેર રસ્તા પર બે શખ્સો દ્વારા ફોનમા સ્ટેટ મુકવા બાબતે મનદુઃખ રાખી બોલાચાલી કરી કારને નુકશાન પહોંચાડી લોખંડની ટામી વડે મારમારી જાનથી મારી નાંખવાની ધમકી અંગે ભોગ બનનારે બી-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
વઢવાણ ૮૦ ફુટ રોડ પર ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી પ્રતિક્ષા હોમ સોસાયટી ખાતે રહેતા ફરિયાદી શૈલેષભાઈ ધનસખભાઈ ઝરવરીયા સાથે ફોનમાં સ્ટેટસ મુકવા બાબતનું મનદુઃખ રાખી બે શખ્સોએ ફરિયાદીના ઘર પાસે જાહેર રસ્તા પર બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. તેમજ એકસંપ થઈ પથ્થર વડે ફરિયાદીની કારનો ડ્રાયવર સાઈડનો કાચ તોડી નુકસાન પહોંચાડયું હતુું અને ફરિયાદીના માથામાં ઢીકા મારી લોખંડની ટામીનો એક ઘા માથાના ભાગે મારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ફરિયાદીને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ બી-ડિવીઝન પોલીસ મથકે બે શખ્સો કિશોરભાઈ કાનજીભાઈ સાપરા અને આકાશભાઈ ઉર્ફે બોર્ડર ભુપતભાઈ દેત્રોજા (બંને રહે.મફતીયુપરૂ, વઢવાણ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.