જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રેકડી હટાવવાના પ્રશ્ને યુવાન પર હુમલો : બે સામે ફરિયાદ
Jamnagar Crime : જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા કમલેશ મોહનભાઈ નિમાવત નામના 40 વર્ષના યુવાને પોતાના ઉપર લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે ભરત નરોત્તમભાઈ ભાનુશાળી અને જતીન નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી ભરત, કે જેણે પોતાની પાનની રેકડી શંકરના મંદિર પાસે રાખી હતી, જે રેકડીને ત્યાંથી ખસેડી લેવાનું કહેતાં બંને આરોપીઓ ઉસ્કેરાયા હતા, અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. જે બંને આરોપીઓને સીટી સી. ડિવિઝન પોલીસ શોધી રહી છે.