લાલપુરના ગોવાણા ગામમાં ખેતી કામ કરતા યુવાન પર સગા ભાઈ-ભાભીનો જીવલેણ હુમલો , લોખંડનો પાઇપ ફટકારી માથું ફોડ્યું
Jamnagar Crime : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણાંમ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા એક યુવાન પર તેના જ સગા ભાઈ ભાભી એ માથામાં લોખંડનો પાઇપનો પ્રહાર કરી માથું ફાડી નાખ્યું હતું. આ હુમલામાં ફરીયાદી ગંભીર ઇજારસ્ત થઈ જતાં માથામાં બાર ટાંકા લેવા પડ્યા છે. તે માંગલે દંપત્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી કે લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ચેતનપરી શિવપરી ગોસાઈ નામના, શ્રમિક ખેડૂત યુવાને પોતાના માથામાં ઇજા પહોંચાડવા અંગે પોતાના જ ભાઈ દિલીપપરી સીવપરી ગોસાઈ અને ભાભી પ્રફુલાબેન દિલીપપરી ગોસાઈ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે આરોપી દંપત્તી સામે હુમલા અંગેની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોધાયો થયો છે, અને વધુ તપાસ હાથ ધરી છે. અને જીપીએસ કલમ 135 એ મુજબ ગુનો નોંધે છે અને તપાસ શરૂ કરી છે.