રાજકોટમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો શૅર કરતા યુવાનની ધરપકડ
મોબાઈલ ફોન પર પોર્નોગ્રાફી તે કોગ્નીઝેબલ ગુનો,પોલીસને જાણ કરો : પોલીસે આરોપીને બોલાવીને મોબાઈલ ચેક કરતા અશ્લીલ
વિડીયો મળ્યો, ક્યાંથી ડાઉનલોડ કર્યો તે જાણવા FSLમાં મોબાઈલ મોકલાયો
રાજકોટ, : ડીજીટલ યુગનો સ્વવિકાસથી માંડીને ધંધા-રોજગાર,સરકારી કામકાજ સહિત હેતુ માટે ઉપયોગ થઈ શકે છે પરંતુ, તે સાથે તેનો અશ્લીલ ફિલ્મો,વિડીયો જોઈને મનને વિકૃત કરવામાં કે ફાલતું ક્લીપ જોઈને ફરી પરત નહીં આવતા કિંમતી સમયને વેડફવામાં પણ થતો હોય છે. રાજકોટમાં આજે આરોપી સોહીલ ફતાય શેખ મુસ્લિમ (ઉ.વ. 20 રહે.શબનમ હાઉસ, ભગવતીપરા, સુખસાગર-3,રાજકોટ)ના મોબાઈલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો બાબતના ગુનામાં આજે ધરપકડ કરી છે.
રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સોશ્યલ મિડીયા પર વોચ રાખતી હોય છે જે અન્વયે ફેસબૂક મારફતે ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો વિડીયો શૅર કરાયાનું જણાતા આરોપી સોહીલ શેખને તેના મોબાઈલ ચેક કરવા પોલીસ સ્ટેશને રૃબરુ બોલાવાયો હતો. મોબાઈલ ચેક કરતા રિયલ મી મોબાઈલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના બે વિડીયો મળી આવ્યા હતા. જે અન્વયે આરોપી સામે આઈ.ટી.એક્ટની ક.૬૭બી હેઠળ ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી. વધુમાં તપાસનીશ પી.આઈ.એમ.એ.ઝનકાટે જણાવ્યું કે આરોપીના મોબાઈલમાં આ વિડીયો ક્યાંથી ડાઉનલોડ કર્યો તે સહિતની વિગતો ચકાસવા માટે મોબાઈલ ફોન એફ.એસ.એલ.માં મોકલાયો છે. માત્ર ચાઈલ્ડ નહીં પણ કોઈ પણ પોર્નોગ્રાફીના વિડીયો રાખવા કે શેર કરવા તે કોગ્નિઝેબલ ગુનો છે.