સાવરકુંડલામાં નાની બહેનને ટાઇફોડ થતાં મોટી બહેન ધો. 10ની પરીક્ષા આપવા પહોંચી, ઝડપાઇ ગઈ
Copy Case in Savarkundala: અમરેલીના સાવરકુંડલા જે.વી મોદી હાઈસ્કૂલમાં ડમી વિધાર્થીની ઝડપાઈ છે. ધોરણ 10 ના પેપરમાં નાની બહેનના બદલે મોટી બહેન પરીક્ષા આપતા ઝડપાઈ છે. નાની બહેનને ટાઈફોડ હોવાથી મોટી બહેન પરીક્ષા આપતા ઝડપાઈ. ગઈકાલે ગણિતના પેપર દરમિયાન ડમી વિધાર્થીની ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં આજે ત્રીજા દિવસે સમગ્ર રાજ્યમાં ગેરરીતેના કુલ 6 કેસ નોંધાયા છે. જેમાં અમરેલીના સાવરકુંડલા જે.વી.મોદી હાઇસ્કૂલમાં ડમી વિદ્યાર્થીની ઝડપાઇ છે.
સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, અમરેલીના સાવરકુંડલામાં આવેલી જે.વી. મોદી હાઇસ્કૂલમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ડમી વિદ્યાર્થીની ઝડપાઇ છે. ધોરણ 10ના પેપરમાં નાની બહેનના બદલે મોટી બહેન પરીક્ષા આપતાં ઝડપાઇ હતી.
સુપરવાઇઝરે શંકા જતાં ડમી વિદ્યાર્થીનીનો ભાંડો ફૂટી ગયો હતો. પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે નાની બહનને ટાઇફોડ હોવાથી મોટી બહેન પરીક્ષા આપતા ઝડપાઇ હતી. આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં બંને બહેનો સામે રાત્રે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.