Get The App

માનસિક અસ્વસ્થ ભાઈની ચિંતામાં નાના ભાઈએ નદીમાં ઝંપલાવ્યું, જળચર પ્રાણીઓ અડધા અંગ ખાઈ ગયા

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
માનસિક અસ્વસ્થ ભાઈની ચિંતામાં નાના ભાઈએ નદીમાં ઝંપલાવ્યું, જળચર પ્રાણીઓ અડધા અંગ ખાઈ ગયા 1 - image

image : Pixabay

Vadodara : વડોદરા નજીક પોર ગામ પાસે ઢાઢર નદીના જુના બ્રિજ પરથી તા.18 ના રોજ રાત્રે એક યુવાને નદીમાં ભૂસ્કો માર્યો હતો. આ અજાણ્યા યુવાનની શોધખોળ દરમિયાન એક દિવસ પછી તેની લાશ નદીમાંથી મળી હતી. જળચર પ્રાણીઓએ છાતી તથા પેટનો ભાગ ખાઈ જતા શરીરના અમુક અંગો જ મળ્યા હતા.

આ અજાણ્યા યુવાનની તપાસ કરતા તેનું નામ કમલેશ કાંતિભાઈ રાવળ ઉંમર વર્ષ 28 તેમજ હાલ મધુબેન પટેલના ખેતરમાં રહેતો હતો તે મૂળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં કુશકલ ગામનો રહીશ હતો. પોલીસ તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે મરનાર કમલેશ રાવળના માતા પિતા મૃત્યુ પામ્યા હતા અને તેનો મોટો ભાઈ માનસિક રીતે અસ્વસ્થ હતો, જે તેના ગામમાં રહેતો હતો અને તેની દેખરેખ માટે પરિવારમાં બીજી કોઈ વ્યક્તિ નહીં હોવાના કારણે તે સતત ચિંતામાં રહેતો હતો અને આ કારણથી તેને નદીમાં ઝંપલાવી મોત વ્હાલું કર્યું હતું.


Google NewsGoogle News