મંગેતરે લગ્નની ના કહેતા યુવાન સવજી કોરાટ બ્રિજ પરથી કૂદયો
- જોકે, હાથમાં બ્રિજનો પિલર આવી જતા પકડી લીધો, ફાયર બ્રિગેડે હેમખેમ બહાર કાઢી લીધો
સુરત :
મોટાવરાછામાં સવજી કોરાટ બ્રિજ પરથી આજે યુવાને આપઘાત માટે નદીમાં ઝંપલાવ્યું હતું પણ હાથમાં બ્રિજનો પિલર આવી જતા ડૂબતા બચ્યો હતો અને બાદમાં ફાયર બ્રિગેડે રેસ્ક્યુ હતો. મંગેતરે લગ્નની ના કહેતા આ પગલું ભર્યાની શક્યતા છે.
ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ નાના વરાછામાં રહેતો ૨૩ વર્ષીય ભાવેશ પટેલે આજે શુક્રવારે બપોરે મોટા વરાછા સવજી કોરાટ બ્રીજ ઉપરથી નદીમાં ઝંપલાવ્યુ હતુ. જોકે સદનશીબે તેના હાથમાં બ્રીજનો પીલર આવી જતા પકડી લીધો હતો. તેના ગળા સુધીનો ભાગ પાણીમાં હતો. ફાયર બ્રિગેડે રીંગબોયા સાથે દોરીન નાંખીતા ભાવેશે તે પકડી લીધું હતું. ત્યારબાદ તેની પાસે પહોંચી લાઇફ જેકેટ પહેરાવીને સલામત રીતે બહાર કઢાયો હતો. જોકે, તેને ઇજા થતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. ફાયર સુત્રો જણાવ્યુ હતુ કે ભાવેશ પાલિકામાં નોકરી કરે છે. તેના આગામી મે માસમાં લગ્ન થવાના હતા પણ યુવતીએ લગ્ન કરવાની ના પાડતા તે હતાશ થઇ ગયો હતો.