Get The App

ઉધના રોડ પર એસ.ટી બસની અડફટે મોપેડસવાર યુવાનનું મોત

Updated: Dec 11th, 2023

GS TEAM


Google News
Google News
ઉધના રોડ પર એસ.ટી બસની અડફટે મોપેડસવાર યુવાનનું મોત 1 - image


- જીવનજ્યોત નજીક બાવીસ વર્ષના ઓનલાઇન કાપડના ધંધાર્થીએ જીવ ગુમાવ્યો : ટોળું થતા બસ ચાલક ભાગી ગયો

   સુરત :

સુરતમાં ઉધના રોડ ઉપર જીવનજ્યોત નજીક એસ.ટી સાથે અકસ્મતમાં મોપેડ સવાર ઓનલાઇન કાપડના ધંધાર્થી યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉધના આશાનગરમાં રહેતો ૨૨ વર્ષીય ચિરાગ ભુપેન્દ્ર જૈન આજે સવારે મોપેડ ઉપર રીંગરોડ ખાતે માર્કેટ તરફ જોવા નીકળ્યો હતો. તે સમયે ઉધના જીવન જ્યોત પાસે નાથુભાઈ ટાવર સામે એક એસ.ટી બસ સાથે અકસ્માતમાં ગંભીર ઈજા થતાં તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.  

અકસ્માતને પગલે રોડ ઉપર લોકો ટોળું ભેગું થઇ જતા ડ્રાઈવર બસને સ્થળ પર જ મૂકીને નાસી છૂટયો હોવાનું સુત્રો જણાવ્યું હતું. જયારે ચિરાગ મુળ રાજસ્થાનમાં ઉદયપુરનો વતની હતો. તે ઓનલાઇન કાપડનો ધંધો કરતો હતો. તેનો એક ભાઇ છે. આ અંગે ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે. 

Tags :