Get The App

કડકડતી ઠંડીમાં ગિરનાર સર કરવા દોટ મુકશે યુવક-યુવતીઓ, 8 લાખ રૂપિયાના રોકડ ઇનામો

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
કડકડતી ઠંડીમાં ગિરનાર સર કરવા દોટ મુકશે યુવક-યુવતીઓ, 8 લાખ રૂપિયાના રોકડ ઇનામો 1 - image


Girnar News : જૂનાગઢના ગિરનાર પર આગામી 5મી જાન્યુઆરીના સવારે  યુવાનોના જોમ અને જુસ્સાને પડકાર સમાન અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. જેમાં કડકડતી ઠંડીમાં રાજ્યભરના  1207 જેટલા યુવક યુવતીઓ ગિરનાર સર કરવા દોટ મૂકશે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ 8 લાખ રૂપિયાના રોકડ ઇનામોનું વિતરણ કરવામાં આવશે. આ સ્પર્ધાનું આયોજન રમત ગમત વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. 

આગામી રવિવારે સતત 39મી વખત અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે ચાર એઇજ ગ્રૂપના 1207 જેટલા યુવક યુવતીઓએ નામ નોંધાવ્યા છે. જેમાં 558 સિનિયર ભાઈઓ, 336 જુનિયર ભાઈઓ, 149 સિનિયર બહેનો, 134 જુનિયર બહેનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ચાર કેટેગરીમાં વિજેતા 40 સ્પર્ધકોને 8 લાખ રૂપિયાના રોકડ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. 

કડકડતી ઠંડીમાં ગિરનાર સર કરવા દોટ મુકશે યુવક-યુવતીઓ, 8 લાખ રૂપિયાના રોકડ ઇનામો 2 - image
File Photo

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા રાજ્યની તો ઠીક પરંતુ દેશની કઠિન અને જોખમી સ્પર્ધા છે. યુવાનોના જોમ અને જુસ્સાને પડકાર સમાન આ સ્પર્ધામાં યુવક યુવતીઓ રવિવારે ગિરનાર સર કરવા દોટ મૂકશે. ભાઈઓ માટે અંબાજી મંદિર સુધીના 4,500 પગથિયા અને બહેનો માટે માળી પરબ સુધીના 2200 પગથિયાંનું અંતર નક્કી કરવામાં આવ્યું છે. 

કડકડતી ઠંડીમાં ગિરનાર સર કરવા દોટ મુકશે યુવક-યુવતીઓ, 8 લાખ રૂપિયાના રોકડ ઇનામો 3 - image

સ્પર્ધામાં દરમ્યાન સીસીટીવી કેમેરા અને વાઇફાઇની મદદથી મોનીટરીંગ થશે તેમજ આરોગ્ય વિભાગની ટીમ પગથિયા પર ભવનાથ તળેટી ખાતે તૈનાત રહેશે. આ દરમિયાન કોઈ સ્પર્ધકને અંબાજી મંદિરથી લઈને ભવનાથ તળેટી સુધીમાં કોઈ મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો ડૉક્ટરનો ટીમ તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત અમુક અંતરે ફિજિકલ ટ્રેનરો અને સ્વયંસેવકો અને કર્મચારીઓની ટીમ ખડેપગ હાજર રહેશે. 


Google NewsGoogle News