લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ: યુવાને દુષ્કર્મ ગુજાર્યું
Image Source: Freepik
ડભોઇ તાલુકાના એક ગામમાં રહેતી 14 વર્ષની કન્યાને લગ્નની લાલચ આપી મોટા હબીપુરા ગામની નર્મદા વસાહતમાં રહેતો ગુરદાન બાદરિયા ભીલ ભગાડી ગયો હતો. દશ દિવસ સુધી સગીરાને ગોંધી રાખીને ગુરદાને દુષ્કર્મ ગુજાર્યું હતું. યુવાનની ચુંગાલમાંથી છટકી ઘેર આવી ગયેલી સગીરાએ દુષ્કર્મ ગુજારનાર યુવાન સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.