Get The App

સાવરકુંડલામાં પૈસા લેતી - દેતીના મામલે યુવાનનું કારમાં અપહરણ

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News


પોલીસે ગણતરીના કલાકોમાં ૪ શખ્સોને ઝડપી લીધા

હીરાનાં કારખાનામાં ખોટ જતાં તે પૈસાની લેતી - દેતી બાબતનું મનદુઃખ રાખી યુવાનને કારમાં ઉઠાવી ગયા

અમરેલી :  સાવરકુંડલા શહેરમાં હીરાના કારખાનામાં ખોટ બદલ પૈસાની લેતી દેતી બાબતે મનદુઃખ રાખીને એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું.જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી.જોકે પોલીસે ગણતરીના કલાકોમાં અપહરણ કરનારા ૪ શખ્સોને ઝડપી લીધા હતા.

સાવરકુંડલા શહેરમાં એક ૩૫ વર્ષીય યુવકના અપહરણની ફરિયાદ ટાઉન પોલીસ મથક ખાતે નોંધાતા ચકચાર મચી હતી.સાવરકુંડલાના જેસર રોડ વિસ્તારમાં રહેતા વિપુલભાઈ લખમણભાઇ પાઘડાળ (ઉ.વ.૪૨)એ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના કૌટુંબિક ભાઈ ભરતભાઈ વશરામભાઇ પાઘડાળ (ઉ.વ.૩૫, હાલ રહે.સાવરકુંડલા)ને હીરાના કારખાનામાં ખોટ ગઈ હતી જે પૈસાની લેતી દેતી બાબતનું મનદુઃખ રાખીને ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચીને સફેદ કલરની મારુતિ સુઝુકી સ્વીફ્ટ  કારમાં ભરતભાઈને બળજબરી પૂર્વક ફોરવહીલ ગાડીની પાછળની સીટમાં બેસાડી લઇ ગયા અને અપહરણ કર્યું હતું.

આ ઘટનામાં સાવરકુંડલા શિવાજી નગર પટેલ સમાજની વાડી પાસે બની હતી. જેને લઈને સાવરકુંડલા પોલીસ મથક ખાતે ધોળા દિવસે બપોરના સમયે બનેલ ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી હતી. આ ગંભીર ગુન્હાને પગલે સાવરકુંડલા રેન્જના એએસપી વલય વૈદ્ય દ્વારા રેપિડ એક્શન પ્લાન તૈયાર કરી,અમરેલી એલસીબી અને એસઓજીની ટીમ તથા સાવરકુંડલા પોલીસની અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી શરુ કરી હતી.જે અંગે સઘન તપાસ કરતા પોલીસને સફળતા મળી હતી અને અમરેલી એલ.સી.બીની ટીમે તેજપાલસિંહ ગુલાબસિંહ જાડેજા (ઉ.વ.૩૧રહે. નાના ઇંટાળા, જી. રાજકોટ), ભાગ્યપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૫, રહે.મેટોડા, જી.રાજકોટ), કિશોરભાઈ નારણભાઇ પંપાણીયા (ઉ.વ.૩૨, રહે.ખીરચરા રોડ, જી.જૂનાગઢ), પિયુષભાઇ રામજીભાઈ સાવલીયા (ઉ.વ.૪૨, રહે.સુરત, પણસોંદરા મૂળ રહે.સરસઈ, જી.જૂનાગઢ)ને ઝડપી પાડી સાવરકુંડલા ટાઉન પોલીસ મથક ખાતે સોંપવામાં આવ્યા હતા.


Google NewsGoogle News