Get The App

ચોટીલા ચામુંડા માતાજી મંદિરના મહંત પરિવારના યુવકનું અપહરણ, રૂ.10 લાખની ખંડણી વસુલી

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
ચોટીલા ચામુંડા માતાજી મંદિરના મહંત પરિવારના યુવકનું અપહરણ, રૂ.10 લાખની ખંડણી વસુલી 1 - image


Chotila Chamunda Mataji Temple : સુરેન્દ્રનગરના ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરના મહંત પરિવારના એક યુવકનું ચાર શખસોએ અપહરણ કરીને મારામારી કરીને 10 લાખ રૂપિયાની ખંડણી વસુલી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે અપહરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 

ચોટીલા ડુંગરની તળેટીથી ચાર શખસોએ કર્યું અપહરણ 

ચોટીલા ચામુંડા ડુંગરના મહંત પરિવારના ગૌતમગીરીનું પૈસાની લેવડ-દેવડ મામલે અપહરણ થયું હતું. યુવકે સાત વર્ષ પહેલા મિત્રને વ્યાજે પૈસા અપાવ્યું હતા, જ્યારે પૈસા પરત ન કરતા આરોપીએ યુવકનું અપહરણ કર્યું હોવાનું જણાઈ આવ્યું છે. જેમાં ચોટીલા ડુંગરની તળેટીથી ચાર ઈસમોએ આ યુવકને કારમાં બળજબરીપૂર્વક બેસાડી તેનું અપહરણ કર્યું અને 10 લાખ રૂપિયા લીધા પછી યુવકને છોડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 

આ પણ વાંચો : રાજ્યમાં ડૂબી જવાની ઘટનામાં ત્રણના મોત, સુરતમાં બે યુવાનો, અમરેલીમાં એક કિશોર ડૂબ્યો

અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ 

અપહરણની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા રેકોર્ડ અને પોલીસ ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News