Get The App

ઓનલાઇન ગેમમાં પૈસા હારી જતા કતારગામના યુવાનનો આપઘાત

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
ઓનલાઇન ગેમમાં પૈસા હારી જતા કતારગામના યુવાનનો આપઘાત 1 - image


- મુળ જુનાગઢનો વતની હર્ષ સાપરા ગેમમાં રૃા.૨.૩૫ લાખ હારી જતા માનસિક તણાવમાં રહેતો હતો

 સુરત, :

 કતારગામમાં ઘનમોરા પાસે ગુરુવારે બપોરે ઓનલાઇન ગેમમાં રૃા.૨.૩૫ લાખ હારી જતા માનસિક તાણ અનુભવતો હોવાથી યુવાને આત્મહત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કતારગામમાં ધનમોરા ખાતે જે.કે.પી નગરમાં રહેતો ૨૦ વર્ષીય હર્ષ પ્રવિણ સાપરા ગત બપોરે ઘર પાસે તેના મિત્રના ઘરે ઝેરી દવા પી ગયો હતો. જેતી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાંથી તેને વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જયાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયો હતો. પોલીસે કહ્યુ કે, હર્ષ મુળ જુનાગઢનો વતની હતો. જોકે તે ઓનલાઇ ગેમમાં રૃા.૨.૩૫ લાખ હારી ગયો હતો. જેના લીધે તે સતત ટેન્શન અનુભવતો હોવાથી આ પગલુ ભર્યુ હતું. તેનો એક ભાઇ છે. તેના પિતા ચ્હાની દુકાન ચલાવે છે. જયારે તે ઓનલાઇ પૈસાના ટ્રાન્જેકશનનું કામ કરતો હતો. આ અંગે કતારગામ પોલીસે તપાસ હાથ ધરી છે.

Katargam

Google NewsGoogle News