કાલાવડના યુવાન પર તેનાજ કુટુંબી બે શખ્સોએ લોખંડના પાઇપ અને છડી વડે હુમલો કર્યો
Jamnagar Crime : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામમાં રહેતા નિખિલ રમેશભાઈ પરમાર નામના 26 વર્ષના યુવાન પર તેના જ કુટુંબીઓ એવા વિજયભાઈ લાલજીભાઈ પરમાર અને જીગ્નેશ ઉર્ફે જતીન હીરાભાઈ પરમારે સામાન્ય બોલાચાલી બાદ છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરી દીધો હતો, અને ફેક્ચર સહિતની ઈજા પહોંચાડી હતી.
આ સમયે તેને છોડાવવા માટે વચ્ચે પડેલા સાગરભાઇ અમરશીભાઈ પરમાર, તેમજ દેવજીભાઈ રામજીભાઈ પરમાર કે જે બંને ઉપર પણ લોખંડના પાઈપ અને ધોકા વડે હુમલો કરી દેવાતાં ઈજાગ્રસ્ત બન્યા હતા, જે ત્રણેય ઇજાગ્રસ્તોને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે, જયારે કાલાવડ ગ્રામ્ય પોલીસે નિખિલ પરમારની ફરિયાદના આધારે બંને હુમલાખોરો વિજય પરમાર અને જીગ્નેશ પરમાર સામે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.