પત્ની રિસામણે જતાં યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
જામનગર નજીક દરેડ વિસ્તારનો બનાવ
ખંભાળિયાના સુતારીયા ગામે વાડીમાં કડિયા કામ કરતી વખતે માથે બેલું પડતા વૃધ્ધનું મોત
જામનગર નજીક દરેડમાં રહેતા દેવાભાઈ મોતીભાઇ નામના ૩૦ વર્ષના
યુવાને પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લેતાં મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના
નાનાભાઈ વસંતભાઈ મોતીભાઈ મારવાડીએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી ડિવિઝનના પોલીસ
સ્ટાફે બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે.
અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનની પત્ની રીસામણે
ચાલી ગઇ હોવાથી તેનું મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર
થયું છે.
ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામે રહેતા રાણાભાઈ ડોસાભાઈ
ચૌહાણ નામના ૬૨ વર્ષના વૃધ્ધ એક આસામીની વાડીએ કડિયા કામ કરી રહ્યા હતા ત્યારે
તેમના પર તોતિંગ પથ્થર (બેલુ) પડતાં તેમને મોઢાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર
ઇજાઓ થવા પામી હતી. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ
મૃતકના પુત્ર જગદીશભાઈ રાણાભાઇ ચૌહાણે અહીંની પોલીસને કરી છે.