Get The App

દૂધ પૌંઆના બદલે દારુને અપાયું મહત્ત્વ, વડોદરામાં શરદ પૂનમે દારૂની બોટલની વેશભૂષામાં ગરબે ઘૂમ્યો યુવક

Updated: Oct 17th, 2024


Google NewsGoogle News
દૂધ પૌંઆના બદલે દારુને અપાયું મહત્ત્વ, વડોદરામાં શરદ પૂનમે દારૂની બોટલની વેશભૂષામાં ગરબે ઘૂમ્યો યુવક 1 - image


Vadodara Sharad  Prunima: શરદપૂર્ણિમા નિમિત્તે બુધવારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજમહેલ રોડ સ્થિત ગરબા મહોત્સવમાં એક યુવક વિદેશી દારૂની બોટલની વેશભૂષા કરી ગરબે ઘૂમતો જોવા હતો.  જેનો વીડિયો આજે વાયરલ થતાં ગરબાના ખેલૈયાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સાથે લોકો ગરબા આયોજકો સામે પણ ફિટકાર વરસાવી રહ્યા છે.

દૂધ પૌંઆના બદલે દારુને અપાયું મહત્ત્વ, વડોદરામાં શરદ પૂનમે દારૂની બોટલની વેશભૂષામાં ગરબે ઘૂમ્યો યુવક 2 - image

શરદ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે વડોદરાના રાજમહેલ રોડ જૂની કાછિયા પોળ કોઠી ફળિયા યુવક મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક લોકો વિવિધ વેશભૂષામાં આવ્યા હતા, પરંતુ તેમાં એક યુવાન વ્હિસ્કીની બોટલ બનીને ગરબે ઘૂમતો જોવા મળ્યો.. સમગ્ર મામલે વીડિયો વાઈરલ થતા હોબાળો મચ્યો. લોકોએ ગરબા આયોજકો પર રોષ ઠાલવ્યો. જેથી આયોજકોએ પોતાનો બચાવ કરવા મેદાનમાં આવ્યા અને દાવો કર્યો કે યુવકને જોઈને કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. જો કે બાદમાં તેને ગરબામાંથી બહાર નીકાળી દેવાયો હતો. 


નવરાત્રિ કે શરદ પૂનમે ગરબાની સાથે મોટા ભાગે વિવિધ વેશભૂષા, નાટક સહિતના કાર્યક્રમો યોજાતા હોય છે. જો કે વડોદરામાં જે કંઈ થયું, તે તો હદ પાર થઈ કહેવાય. એક તરફ રાજ્યમાં દારૂબંદી છે અને છતાં આ યુવકે ગરબામાં જાણે રીતસર દારૂને પ્રોત્સાહન આપ્યું.  આ દરમિયાન તેને ગરબા આયોજકો એ કે બીજા લોકોએ રોક્યો કેમ નહીં, એ પણ એક સવાલ છે. 

દૂધ પૌંઆના બદલે દારુને અપાયું મહત્ત્વ, વડોદરામાં શરદ પૂનમે દારૂની બોટલની વેશભૂષામાં ગરબે ઘૂમ્યો યુવક 3 - image

ગણેશોત્સવ કે નવરાત્રિમાં લોકો સમાજમાં જાગૃતિ ફેલાય તેવા સંદેશ આપવા માટે અવનવા નુસખા અપનાવે છે. જ્યારે આ યુવકે દારૂની જાહેરાત કરતા માતાજીના ગરબામાં શ્રદ્ધા ધરાવતા લોકો ભડક્યા હતા. 


Google NewsGoogle News