સિરામિક ફેક્ટરીમાં પહેલા માળેથી નીચે પટકાતા યુવાનનું મોત
વાંકાનેરના રાતાવીરડા ગામ નજીક
મહેન્દ્રનગર ગામે કથા સાંભળવા ગયેલા યુવાનનું મોત ઃ કંડલા બાયપાસ પાસે કારની ટક્કરે વૃધ્ધનું મોત
મૂળ રાજસ્થાનનાં વતની અને હાલ વાંકાનેરના રાતાવીરડા ગામની
સીમમાં કલેહાર્ટ સિરામિકમાં કામ કરતા રાજેન્દ્રકુમાર મંગલકુમાર નામનાં યુવાન લેબર
ક્વાર્ટરના પહેલા માળેથી પડી જતાં ગંભીર ઇજા પહોંચતા મોત થયું હતું. વાંકાનેર
તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુનાં બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
મોરબીના સામાકાંઠે નીલકંઠ સોસાયટીમાં રહેતાં જયેશકુમાર
ધીરજલાલ અગ્રાવત (ઉ.વ.૪૪) મહેન્દ્રનગર ઉમા વિલેજ સોસાયટીમાં કથા સાંભળવા ગયા હતા
અને કોઇ કારણોસર મોત થયું હતું. જેથી મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો
હતો. મોરબી સિટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના પંચાસર રોડ પર રહેતા ભીમજીભાઇ નકુમ પોતાનુ બાઇક
લઇને મોરબી કંડલા બાયપાસ રોડ કિર્તિ પેટ્રોલ પંપ સામેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે
કાર ચાલકે પૂરઝડપે કાર ચલાવી બાઇકને પાછળથી ટક્કર મારી હતી. જેથી બાઇક ચાલક
ભીમજીભાઈ નકુમ પડી જતા ગંભીર ઇજા થતા મોત થયું હતું. અકસ્માત બાદ કાર ચાલક નાસી
ગયો હતો. મોરબી સિટી એ ડીવીઝન પોલીસે ફરાર કાર ચાલક વિરૃધ્ધ ફરિયાદ નોંધી તપાસ
ચલાવી છે.