જામજોધપુરના મેથાણ ગામમાં બંધ ટ્રક અને ટ્રેક્ટરની ટ્રોલી વચ્ચે દબાઈ જતાં પર યુવાનનું અંતરિયાળ મૃત્યુ
Jamnagar Accident : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મેથાણ ગામની સીમ વિસ્તારમાં બંધ પડેલા એક ટ્રક સાથે રિવર્સમાં આવી રહેલી ટ્રેકટરની ટ્રોલી અથડાઈ જતા ટ્રેક્ટરની ટ્રોલી અને ટ્રકની વચ્ચે દબાઈ જવાથી એક શ્રમિક યુવાનનો ભોગ લેવાયો છે.
મૂળ મધ્યપ્રદેશના જાંબુવા ગામનો વતની અને હાલ જામજોધપુર તાલુકાના મેથાણ ગામમાં રહીને મજૂરી કામ કરતો પરવેશ સોબનભાઈ મંછાર (ઉ.વ.25) કે જે ગઈકાલે મેથાણ ગામની સીમ વિસ્તારમાં એક ટ્રેક્ટરની ટ્રોલીમાં દોરડું બાંધી રહ્યો હતો, જે દરમિયાન એકાએક ટ્રેક્ટરની ટ્રોલી આગળ બંધ પડેલા ટ્રકની સાથે અથડાઈ પડી હતી, અને પોતે બંને વાહનોની વચ્ચે દબાઈ ગયો હોવાના કારણે તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ અરવિંદભાઈ સોબનભાઈ મંછારે પોલીસને જાણ કરતાં શેઠવડાળા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.