Get The App

ફૂલપાડામાં ગેસ લીકેજ બાદ ફ્લેશ ફાયરમાં દાઝેલા એક યુવાનનું મોત

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
ફૂલપાડામાં ગેસ લીકેજ બાદ ફ્લેશ ફાયરમાં દાઝેલા એક યુવાનનું મોત 1 - image


- ક્રિષ્ણા કોમ્પ્લેક્સમાં બુધવારે સવારે ઘટનામાં દાઝેલા સાત પૈકી હજુ ત્રણ યુવાનોની હાલત ગંભીર

   સુરત,:

ફૂલપાડા વિસ્તારમાં બુધવારે સવારે ગેસ લીકેજ બાદ બ્લાસ્ટ થતાં લાગેલી આગમાં સાત જેટલા યુવાનો દાઝી ગયા હતા. જે પૈકી એકનું સારવાર દરમિયાન ગત રાતે મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ જેટલા યુવાનો ગંભીર રીતે દાઝી ગયેલા હોવાથી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા હોવાનું જાણાવા મળે છે.

સ્મીમેર હોસ્પિટલ ખાતેથી મળેલી વિગત મુજબ ફુલપાડા અશ્વનીકુમાર રોડ બેન્ક ઓફ બરોડાની સામે ક્રિષ્ણા કોમ્પલેક્ષના બીજા માળે ફુલપાડા અશ્વનીકુમાર રોડ ક્રિષ્ના કોમ્પલેક્ષમાં રહેતો ૨૯ વર્ષીય આનંદકુમાર લક્ષ્મણ પાસવાન બુધવારે વહેલી સવારે ગેસના ચૂલા ઉપર ટિફિન માટે ખાવાનું બનાવતો હતો. તેની નજીકમાં પિતારાઇ ભાઇ મુથન હાજર હતો. તે સમયે ગેસ લીકેજને પગલે ફ્લેશ ફાયર થતા જોરદાર ધડાકો સાથે આગ ફાટી નીકળી હતી. ત્યાં હાજર ૧૬ થી ૨૯ વર્ષના સાત યુવાનો આગની લપેટમાં આવતા દાઝી ગયા હતા. જોકે ફાયર લશ્કરો સ્થળ પર જઇને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. દાઝેલા સાત યુવાનોને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયા હતા.  ત્યાંથી વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયાં સારવાર દરમિયાન ૨૩ વર્ષીય મિથુન મોહન પાસવાનનું ગત રાતે મોત નિપજ્યું હતું. ત્યાં ત્રણ યુવાનોની હાલત ગંભીર હોવાથી જીવન મરણવચ્ચે ઝોલા ખાઇ રહ્યા હોવનું સુત્રો કહ્યુ હતું. જયારે દાઝી ગયેલા સાતે  મૂળ બિહારના વતની અને પિતરાઈ ભાઈઓ હોવાનું જાણાવ મળે છે. જયારે  મિથુન દિવાળી વેકેશન બાદ બે દિવસ પહેલા વતન સુરત આવ્યો હતો. તે જરીનું કામ કરતો હતો. તેના પરિવારમાં માતા-પિતા પત્ની એક પુત્ર અને એક પુત્રી વતનમાં રહે છે. 


Google NewsGoogle News