જામનગર નજીક હાઈવે ઓળંગી રહેલા યુવાનને પૂરપાટ આવતી લક્ઝરી બસે ઉડાડ્યો, સારવાર દરમિયાન મૃત્યુ
Jamnagar Accident : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, અને પૂરપાટ ઝડપે આવી રહેલી લક્ઝરી બસના ચાલકે રસ્તો ઓળંગી રહેલા એક યુવાનને કચડી નાખ્યો છે, અને સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નિપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા તેજાભાઈ લીંબાભાઈ ઠૂંગા કે જેઓ ગત તારીખ 10.11.2024 ના દિવસે સરમત ગામના પાટીયા પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા, જે દરમિયાન જીજે 27 ટી.ટી 1659 નંબરની લક્ઝરી બસના ચાલકે ઠોકર મારતાં માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં નાની મોટી ઈજા થઈ હતી, અને સારવાર માટે સૌપ્રથમ જામનગરની જી.જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જયાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ લખમણભાઇ લીંબાભાઈએ પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસે બનાવના સ્થળે જઈ પંચનામુ કર્યું હતું, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જયારે લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે.