જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન નજીક યુવાનનો ગૃહ કંકાસના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત
Jamnagar Suicide Case : જામનગરમાં ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગર રેલ્વે સ્ટેશન નજીક એક યુવાને ગૃહ કંકાસના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે, કે જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા સુરેશભાઈ સોલંકી નામના યુવાને પોતાના ગૃહ કંકાસના કારણે ગાંધીનગર રેલવે સ્ટેશન નજીકની રેલવે લાઈનપર પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે.
જેના મૃતદેહના ટુકડા થઈ જતાં ભારે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. આ બનાવ અંગેની પોલીસને જાણ થતાં પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને મૃગતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું, જ્યારે સમગ્ર બનાવ મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.