જામનગરમાં અંધ આશ્રમ નજીક રહેતા યુવાનનો પત્નીના વિયોગમાં ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત
Jamnagar : જામનગરમાં અંધાશ્રમ પાછળ મુંબઈ દવા બજાર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા ભરત માછુભાઈ કરનોલ નામના 38 વર્ષના શ્રમિક મરાઠી યૂવાને અંધાશ્રમ નજીકથી પસાર થતી રેલવે લાઇન પર ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આત્મહત્યા કરી લીધી છે.
આ બનાવ અંગે મૃતકના પુત્ર વિશાલ ભરતભાઈ કરનોલે પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.એ.પરમાર બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ શરૂ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ભરતભાઈના પત્ની સુજાતાબેન કે જે છેલ્લા ચારેક વર્ષથી પોતાના પતિને છોડીને બીજાની સાથે રહેવા માટે ચાલ્યા ગયા હતા, જે બાબતેનું મનમાં લાગી આવતાં ભરતભાઈએ ટ્રેન નીચે પડતું મૂકી દઈ આપઘાત કરી લીધો છે. જે મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે.