પરિવારે પ્રેમિકા સાથે લગ્નની ના પાડતા યુવકનો આપઘાત
માતા વહેલી સવારે ઉઠી ત્યારે પુત્ર ગળા ફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો
વડોદરા,પરિવારે પ્રેમિકા સાથે લગ્ન કરવાની ના પાડતા આવેશમાં આવીને યુવકે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કિશનવાડી સુભાષ ચોકમાં રહેતો ૨૮ વર્ષનો રાહુલ વિજયભાઇ નીતનવરે ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. તેને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. પરંતુ, પરિવારે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ગઇકાલે તેના ભાઇ અને ભાભી લગ્ન પ્રસંગે પોર ગયા હતા. તેના માતા અને પિતા ઘરે હતા. સવારે તેની માતા રસોડામાં ગઇ ત્યારે જોયું તો તેમના પુત્ર રાહુલે ગળા ફાંસો ખાઇ લીધો હતો. તેમણે બૂમાબૂમ કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. પરંતુ, રાહુલનો જીવ બચી શક્યો નહતો.