કુવાડવા વાંકાનેર રોડ નજીક જુના પ્રેમપ્રકરણના મુદ્દે યુવાન પર હુમલો
વાંકાનેરના સિંધાવદરના યુવાનની ફરીયાદ
ડ્રાઈવીંગ કરતો યુવાન નોકરી કરતી યુવતીઓને કારમાં બેસાડી પરત જઈ રહ્યો હતો ત્યારે ત્યારનો બનાવ : ચાર સામે ગુનો
રાજકોટ : વાંકાનેરનાં સિંધાવદર ગામે રહેતો અજય નવઘણભાઈ ફાંગલીયા (ઉ.વ.૨૩) કુવાવા વાંકાનેર રોડ પર હતો ત્યારે તેની પુર્વ પ્રેમીકાના જેઠ સુરેશ ગેલાભાઈ હારગરડા (રહે. ગુંદાળા) અને તેના કૌટુંબીક ભાઈ પેથા હાડગરડા (રહે. ખખાણા) ની સાથેના બે અજાણ્યા શખ્યોએ લાકડી, પાઈપ વડે હુમલો કરી ઈજા કર્યાની કુવાડવા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.
અજયે પોલીસને જણાવ્યું કે, તેણે અગાઉ સાયપરની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. પરંતુ
બાદમાં છુટાછેડા લઈ લીધા હતા.ં તે યુવતીના લગ્ન ગુંદાલા ગામે તયા હતાં. જયારે
આરોપી સુરેશ તેનો જેઠ છે. તે દરરોજ રાજાવડલા,
સિંદાવદર અને કણકોટની યુવતીઓને રાજકોટ કુવાડવા ગામ, વાંકાનેર રોડ પર
નોકરી પર લાવવા અને પરત લઈ જવા કારનું ડ્રાઈવીંગ કરી ગુજરાન ચલાવે છે. ગઈ તા. ૮નાં
સાંજે વાંકાનેર રોડ પર કામે આવતી યવતીઓને લેવા ગયો હતો. તેને લઈને પરત જઈ રહ્યો
ત્યારે રસ્તામાં ઉભેલા આરોપી સુરેશ,
પેથા તેની સાથેના બે અજાણ્યા શખ્સોએ ગાળો દઈ ઝઘડો કરવા લાગતા તેને સમજાવતા
લાકડીથી હુમલો કર્યો હતો. આ સમયે કારમાં બેસેલી બે યુવતીઓ વચ્ચે પડતા તેના પર
લાકડી મારી દીધી હતી. લોકો એકઠા થઈ જતા ચારેય ત્યાંથી ભાગી ગયા હતાં.