જામનગરના ચંદ્રાગા ગામના ખેડૂત યુવાન પર 12 વર્ષ જૂની અદાવતના કારણે ધોકા વડે હુમલો : બે સામે ફરિયાદ
Jamnagar Crime : જામનગર તાલુકાના ચંદ્રાગા ગામમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા ભરતભાઈ મેઘજીભાઈ પરમાર નામના 39 વર્ષના ખેડૂત યુવાનને પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે ખારા બેરાજા ગામના બાબુભાઈ વાઘેલા અને કાળુભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ખેડૂત યુવાનને આરોપી સાથે આજથી બાર વર્ષ પહેલા માથાકૂટ થઈ હતી, જેનું સમાધાન કરવા માટે ફરિયાદી યુવાનને બોલવ્યા પછી ધોકાવી નાખ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.