સિક્કાની જેટી પર લાંગરેલી વિદેશી શીપમાં ઇજનેર યુવાનનો આપઘાત
સીડીમાં ટુવાલ બાંધી ગળાફાંસો ખાધો
મોરબીમાં પડી જતા યુવાનનું મોત : વાંકાનેરના ચિત્રાખડા ગામે ઝેરી દવા પી લેતા વૃધ્ધનું મોત
જામનગર નજીક સિક્કા ની જેટી પર લાંગરેલી એમ.ટી. હાઈટાઈટ
નામની શિપ માં ઇજનેર તરીકે નોકરી કરતા ગુના સેકરન સંથના ભારથી નામના ૩૦ વર્ષના
ઇજનેર યુવાને શીપમાં કોઈ અગમ્ય કારણોસર
સીડીમાં ટુવાલ બાંધી ગડાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે શિપ ના અન્ય કર્મચારી મુસાભાઈ યુસુફભાઈ હોલીએ
સિક્કા પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસ સ્ટેશન નો સ્ટાફ વિદેશી શિપ માં પહોંચી ગયો હતો. જ્યાંથી પર
પ્રાંતિય ઇજનેર યુવાનના મૃતદેહનો કબજો સંભાળી કિનારે લાવ્યા હતા, અને જામનગરની સરકારી
જી.જી. હોસ્પિટલમાં તેનું પોસ્ટમોટમ કરાવાયું છે.ત્યારબાદ તેના મૃતદેહ ને વતનમાં
તામિલનાડુ તરફ મોકલવામાં આવી રહ્યુ છે તેણે કયા સંજોગોમાં આ પગલું ભરી લીધૂ તે
જાણવા માટે સિક્કા પોલીસ શીપના અન્ય ખલાસીઓ વગેરેના નિવેદનો નોંધી રહી છે.
મોરબીના સામાકાંઠે વનાળીયા સોસાયટીમાં રહેતા શામજીભાઈ
ગોવિંદભાઈ સોલંકી (ઉ.વ.૩૯) પોતાના ઘરે પડી જતા શરીરે ઇજા પહોંચી હતી. સારવાર
દરમિયાન મોત થયું હતું. વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતા ઉદાભાઈ લાખાભાઈ
ઠાકોર (ઉ.વ.૬૨) નામના વૃધ્ધ કોઇ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન વૃધ્ધનું
મોત થયું હતું. વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે.