Get The App

ધ્રોળ નજીક એકટીવા અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં વેપારી યુવાનને ગંભીર ઈજા

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
ધ્રોળ નજીક એકટીવા અને ટેન્કર વચ્ચેના અકસ્માતમાં વેપારી યુવાનને ગંભીર ઈજા 1 - image


Jamnagar Accident : જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ખારવા ચોકડી પાસે એકટીવા સ્કૂટર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં સ્કૂટર ચાલક વેપારી યુવાનને ગંભીર ઇજા થઈ છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ધ્રોલમાં ગજાનંદ સોસાયટીમાં રહેતા અને ઇલેક્ટ્રિકનો વ્યવસાય કરતા શૈલેષભાઈ ગોરધનભાઈ કગથરા નામના વેપારી યુવાન પોતાના એકટીવા સ્કૂટરમાં મિત્રને બેસાડીને જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ખારવા ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન જી.જે. 12 ઝેડ-9993 નંબરના ટેન્કરના ચાલકે એક્ટિવા સ્કૂટરને ઠોકર મારતાં સ્કૂટર ચાલક વેપારીને ફ્રેક્ચર સહિતની નાની મોટી ઈજા થઈ હતી, જેથી તેને હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. આ બનાવ અંગે ધ્રોલ પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News