જામનગરમાંથી વેપારી યુવાન મોબાઇલ ફોનમાં ક્રિકેટનો જુગાર રમતાં પકડાયો : મુખ્ય બુકીનું નામ ખુલ્યું
Jamnagar Cricket Betting : જામનગર શહેરમાં એક વેપારી યુવાન પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટની આઈડી પર જુગાર રમતાં પકડાયો છે. જેની પૂછપરછ દરમિયાન ક્રિકેટના મુખ્ય બુકીનું નામ પણ ખુલ્યું છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગરના સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે નાગરપરા વિસ્તારમાંથી જાહેરમાં પોતાના મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલા મેચમાં એક એક ઓવર ઉપરનો રનફેરનો જુગાર રમી રહેલા અક્ષય અશોકભાઈ હરવરા નામના વેપારી યુવાનને પકડી પાડ્યો હતો, અને તેની પાસેથી રૂપિયા 1,750 ની રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતની સામગ્રી કબજે કરી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન પોતે જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં રહેતા સંજયભાઈ મંગે નામના બુકી સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાથી તેને પોલીસે ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.