Photos: સ્ટેચ્યુ ઓફ યુનિટી, સૂર્ય મંદિર, નવી સંસદ..., ફ્લાવર શોમાં ફુલોથી તૈયાર કરી સુંદર કૃતિઓ
ફ્લાવર શોને 26મી જાન્યુઆરી સુધી લંબાવવા શહેરીજનોની માગ!
Ahmedabad Riverfront Flower Show: અમદાવાદમાં યોજાઇ રહેલા 'ફ્લાવર શો' જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 30મી ડિસેમ્બરથી ફ્લાવર શોનો પ્રારંભ થયો હતો. સોમવારથી શુક્રવાર સરેરાશ 35 હજાર જ્યારે શનિવાર-રવિવારના સરેરાશ 70 હજારથી વધુ મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લેતા હોય છે. જેમાં 7 જાન્યુઆરીના રવિવારે સાંજ સુધી 85 હજારથી વધુ ટિકિટ વેચાઇ ચૂકી હતી. ફ્લાવર શોનું સમાપન 15 જાન્યુઆરીના થશે. પરંતુ હાલમાં જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે એ જોતાં તેને 26 જાન્યુઆરી સુધી લંબાવવા માટે પણ શહેરીજનોની માગણી થઈ રહી છે. જુઓ ફ્લાવર શોમાં ફુલોથી તૈયાર કરાયેલી કૃતિઓની સુંદર તસવીરો...