Get The App

તારે તારા પતિ સાથે પણ શારીરિક સંબંધ બાંધવા નહીં

વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અવાર નવાર મરજી વિરૃદ્ધ સંબંધ બાંધ્યા

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News

 તારે તારા પતિ સાથે પણ શારીરિક સંબંધ બાંધવા નહીં 1 - imageવડોદરા,પરિણીતાના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આરોપી દ્વારા મરજી વગર અવાર  નવાર શારીરિક સંબંધ બાંધી રેપ કરવામાં આવ્યો હતો. જે અંગે ફતેગંજ  પોલીસે ગુનો દાખલ કર્યો છે.

વડોદરામાં રહેતી  પરિણીતાને જૂન - ૨૦૨૪ થી સપ્ટેમ્બર - ૨૦૨૪ દરમિયાન આરોપી મેહુલ પરમાર સાથે પ્રેમ સંબંધ હતો. પરંતુ, મેહુલે તેઓના ફોટા વોટ્સએપ પર વાયરલ કરી દેતા પરિણીતાએ સંબંધ તોડી નાંખ્યા હતા. તેમછતાંય આરોપી મેહુલ પરમારે વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી પરિણીતાને અવાર નવાર હોટલમાં લઇ જઇ મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ પરિણીતા પર એવી પાબંદી લગાવી હતી કે, પરિણીતાને ઘરની બહાર જવું  હોય તો  પણ મેહુલની પરવારનગી લેવી પડે. તેમજ પરિણીતાને તેના  પતિ સાથે પણ શારીરિક સંબંધ નહીં બાંધવા માટે આરોપી દ્વારા ધમકી આપવામાં આવતી હતી.


Google NewsGoogle News