કાળઝાળ ગરમીથી શેકાવા તૈયાર રહેજો, ગુજરાતમાં હીટવેવની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ

દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળુ વાતાવરણ રહેશે

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
કાળઝાળ ગરમીથી શેકાવા તૈયાર રહેજો, ગુજરાતમાં હીટવેવની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો એલર્ટ 1 - image


Gujarat Weather: ગુજરાતમાં ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના 13 શહેરમાં તાપમાન 37 ડિગ્રીને પાર થયું હતું. આજે હવામાન વિભાગે કચ્છ, ગીર-સોમનાથ, રાજકોટ અને પોરબંદરમાં હિટવેવની આગાહી કરી છે. 

આગામી પાંચ દિવસ હીટ વેવની આગાહી

હવામાન વિભાગે જણાવ્યા અનુસાર, 22મી માર્ચથી કચ્છ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં હીટ વેવની શક્યતા છે. 23મીથી 26મી માર્ચ દરમિયાન પણ કચ્છ, પોરબંદર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હીટ વેવની શક્યતા છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે

હવામાન વિભાગ અનુસાર, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળુ વાતાવરણ રહેશે. આ વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે. જે જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તેની આસપાસના વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી શકે છે.

આ જિલ્લામાં વધારે ગરમી

અમરેલી 40.2 ડિગ્રી

રાજકોટ 40.1 ડિગ્રી

પોરબંદર 39.0 ડિગ્રી

વડોદરા 38.6 ડિગ્રી

ભૂજ 38.5 ડિગ્રી

સુરત 38.4 ડિગ્રી

છોટાઉદેપુર 38.3 ડિગ્રી

ડીસા 37.9 ડિગ્રી

અમદાવાદ 37.4 ડિગ્રી

ભાવનગર 37.4 ડિગ્રી

ગાંધીનગર 37.2 ડિગ્રી

નલિયા 37.2 ડિગ્રી

જામનગર 37.1 ડિગ્રી

કંડલા 35.6 ડિગ્રી


Google NewsGoogle News