ઝડપથી વધતી વસ્તીને પગલે ગામોનો વસ્તી સર્વે કરવા સરપંચોને અનુરોધ
- ઓલપાડના
કાંઠા વિસ્તારમાં રૃા.135 કામોનું વન પર્યાવરણ મંત્રીના હસ્તે ખાતમૂહ્રુત અને લોકાર્પણ
સુરત
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના છેવાડાના પીંજરત સહિતના ગામોમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે આજે રૃા.૧૩૫ કરોડના કામોનું ખાતમૂહુત અને લોકાર્પણ રાજય મંત્રીના હસ્તે થતા તેમણે ઝડપથી વધી રહેલી વસ્તીને ધ્યાને લઇને ગામોની અંદાજીત વસ્તીનો સર્વે કરવા સંરપંચનોને અનુુરોધ કર્યો હતો.
સુરત જિલ્લા પંચાયતની ઓલપાડની પીંજરત બેઠકમાં સમાવિષ્ટ ગામોમાં રૃા.૧૩૫ કરોડના વિકાસ પ્રકલ્પોનું વન અને પર્યાવરણ મંત્રીના હસ્તે ખાતમૂહુત અને લોકાર્પણ વિધિ કરાયા બાદ તેમણે જણાવ્યુ હતુ કે ઓેલપાડ તાલુકાના ૧૯ ગામોને પાણી પુરવઠો પુરો પાડવા માટેની કામગીરી તેજ ગતિએ આગળ વધી રહી છે. દરિયા કાંઠાના ખારપાટના વિસ્તારોને પાણી પુરવઠો પુરો પાડવા માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. સાથે જ ઝડપથી વધી રહેલી વસ્તીને ધ્યાનમાં રાખીને ગામોની અંદાજીત વસ્તીનો સર્વે કરી વિગતો આપવા સંરપંચનો અનુરોધ કર્યો હતો. આજે તેમણે પ્રોટેકશન વોલ, પ્રધાનમંત્રી આવાસ, ગ્રામ પંચાયત ભવન, પાણીની લાઇન તથા સંપ, વરસાદી પાણીના નિકાલ માટે અંદર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન સહિતીના વિવિધ કામોનું ખાતમૂહ્રુત અને લોકાર્પણ કરાયુ હતુ.