Get The App

World Cup 2023 : ફાઈનલ મેચ પહેલા બંને ટીમના કેપ્ટને અડાલજ વાવની મુલાકાત લીધી, જુઓ વીડિયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાશે

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ફાઈનલ મેચ પહેલા બંને ટીમના કેપ્ટને અડાલજ વાવની મુલાકાત લીધી, જુઓ વીડિયો 1 - image


World Cup 2023 Final Ind Vs Aus : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અમદાવાદમાં ક્રિકેટ વિશ્વકપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે ત્યારે બંને ટીમના કેપ્ટને શહેરની અડાલજ વાવની મુલાકાત કરી હતી અને ફોટોશૂટ કરાવ્યું હતું. 

બંને ટીમના કેપ્ટને ફોટોશૂટ કરાવ્યું હતું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અમદાવાદના વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે ત્યારે આજે ફાઈનલ મેચ પહેલા બંને ટીમના કેપ્ટન રોહિત શર્મા અને પેટ કમિન્સે અમદાવાદ ખાતે આવેલી પ્રખ્યાત અડાલજ વાવની મુલાકાત લીધી હતી અને ફોટોશૂટ કરાવ્યું હતું. આ ઉપરાંત ભારતીય ટીમના ખેલાડીઓએ પણ અડાલજ વાવની મુલાકાત લીધી હતી. બંને ટીમના કેપ્ટન હળવા મૂડમાં જોવા મળ્યા હતા. અડાલજની વાવ ખાતે ક્રિકેટરોને જોવા માટે ચાહકોની ભીડ પણ ઉમટી પડી હતી. 

ભારત સતત 10 મેચ જીત્યું છે

વર્લ્ડ કપ 2023માં આવતીકાલે ચેમ્પિયન ટીમની ખબર પડી જશે. છેલ્લા 45 દિવસથી ચાલી રહેલા ક્રિકેટ મહાકૂંભમાં કાલે 48મી અને ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદીમાં રમાશે. ભારતે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી તમામ મેચમાં જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતની ટીમ વર્લ્ડ કપમાં જીતવા માટે પહેલાથી જ હોટ-ફેવરિટ છે.

ફાઈનલની શરૂઆત એર શોથી થશે

આ ઇવેન્ટ માટે BCCIએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. આ ઈવેન્ટમાં કેપ્ટનોને બ્લેઝર આપવામાં આવે તે પહેલા સ્ટેડિયમની સ્ક્રીન પર તેમની કેટલીક વીડિયો ક્લિપ્સ પણ બતાવવામાં આવશે. આમાં તેમની ટીમની ચેમ્પિયન બનવાની સફર બતાવવામાં આવશે. આ દરમિયાન તમામ કેપ્ટન પાસેથી નાના-નાના પ્રશ્નો પણ પૂછવામાં આવશે. ફાઈનલ મેચની શરુઆત બપોરે 12:30 વાગ્યે ઈન્ડિયન એરફોર્સના 10 મિનિટના એર શોથી થશે. આ દરમિયાન IAFની સૂર્યકિરણ ટીમ સ્ટેડિયમ ઉપર કરતબ બતાવશે. પહેલીવાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 હોક કલાબાજીનું પ્રદર્શન કરશે.

World Cup 2023 : ફાઈનલ મેચ પહેલા બંને ટીમના કેપ્ટને અડાલજ વાવની મુલાકાત લીધી, જુઓ વીડિયો 2 - image


Google NewsGoogle News