Get The App

વિદેશથી પણ ચોખ્ખું બનશે અમદાવાદ! વર્લ્ડકપ ફાઈનલના પગલે AMCનો મોટો નિર્ણય, દર બે કલાકે કચરો ઉપાડી લેવાશે

વર્લ્ડકપ ફાઈનલને ધ્યાનમાં રાખતા AMC સાફસફાઈની બાબતે આવી એકશન મોડમાં

સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં પાર્કિગ પ્લોટ, મોબાઈલ ટોઇલેટ સહિતની જગ્યાઓ પર સફાઈ શરુ

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
વિદેશથી પણ ચોખ્ખું બનશે અમદાવાદ! વર્લ્ડકપ ફાઈનલના પગલે AMCનો મોટો નિર્ણય,   દર બે કલાકે કચરો ઉપાડી લેવાશે 1 - image


Wolrd Cup 2023 Final: વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ એટલે કે મોદી સ્ટેડીયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે ત્યારે મેચને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.  સ્ટેડીયમની આસપાસના તમામ પાર્કીંગ એરિયા, રૂટ અને મોબાઈલ ટોઇલેટ સહિતની જગ્યાઓ સાફ કરવામાં આવશે. 

આ વિસ્તારોમાં સફાઈકર્મીઓ કરશે રાઉન્ડ ધ ક્લોક કામગીરી

ચાર ઝોનમાં 17 થી 20 નવેમ્બર સુધી 25-25 સફાઈ કામદારો એમ થઈને 100 લોકોની ટીમ દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવશે. આ સિવાય મોબાઈલ ટોયલેટ વાનની સફાઈ માટે 200 સફાઈ કર્મચારીઓ મોટી મશીનરી સાથે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. આ વિસ્તારોમાં મેચ બાદ પણ ખાસ રાત્રે સફાઈ કરવામાં આવશે. સ્ટેડીયમની આસપાસના વિસ્તારોમાં દર બે કલાકે કચરો ઉપાડી લેવામાં આવશે. 

દર 12 મિનીટે 1 મેટ્રો દોડાવવામાં આવશે

આ વર્લ્ડ કપ ફાઈનલ જોવા માટે દૂર દૂરથી પ્રેક્ષકો આવવાના હોવાથી તેને ટ્રાફિકની કોઈ સમસ્યા ન રહે તે માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 19મી નવેમ્બરના રોજ યોજાનારી આ મેચ માટે દર 12 મિનીટે 1 મેટ્રો દોડાવવામાં આવશે. આથી મેટ્રોના ટાઇમટેબલમાં રોજ કરતા 19મી નવેમ્બરે ફેરફાર જોવા મળશે. જે બાદ બાકીના દિવસોમાં મેટ્રો ટાઇમટેબલ રાબેતા મુજબ રહેશે. 


Google NewsGoogle News