નવી બનતી બિલ્ડિંગના નવમા માળેથી પટકાતા શ્રમિકનું મોત
નવા ૧૫૦ ફુટ રિંગ રોડની ઘટના
પંચમહાલ જિલ્લાનો વતની યુવાન પત્ની સાથે રાજકોટ રહી મજૂરી કામ કરતો હતો; પરિવારમાં રોષ
રાજકોટ : રાજકોટમાં નવા ૧૫૦ ફુટ રિંગ રોડ પર નવી બની રહેલી
બિલ્ડિંગનાં નવમા માળેથી કામ કરતી વખતે અકસ્માતે નીચે પટકાતાં બિપીનભાઇ થાવરભાઇ
રાઠવા (ઉ.વ.૨૫) નામનાં યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ મુળ પંચમહાલનાં પાવાગઢ નજીકના મોલ
ગામનો બિપીન ચાર ભાઇ અને ચાર બહેનમાં ત્રીજા નંબરનો ભાઇ હતો. તેના ત્રણેક વર્ષ
પહેલાં લગ્ન થયા હતા. તે કેટલાંક સમયથી રાજકોટમાં પત્ની સાથે મજૂરી કરવા આવ્યો
હતો. તે નવી બિલ્ડિંગની સાઇટ પર રહી મજૂરી કામ કરતો હતો.
આજે સવારે તે બિલ્ડિંગના નવમાં માળે કામ કરી રહ્યો હતો.
ત્યારે અકસ્માતે નીચે પડી જતાં ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું
હતું. જાણ થતાં તાલુકા પોલીસે જરૃરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ. માટે ખસેડી વધુ
તપાસ હાથ ધરી હતી.