Get The App

રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની ઈ-કેવાયસી આજે છેલ્લી તારીખ નથી : કામગીરી હજી ચાલુ રહેશે

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની ઈ-કેવાયસી આજે છેલ્લી તારીખ નથી : કામગીરી હજી ચાલુ રહેશે 1 - image


Vadodara  : રેશનકાર્ડ સાથે લીંક અપ કરવા માટે આધાર કાર્ડ અંગે આજે છેલ્લી તારીખ નહિ હોવાનો ખુલાસો નર્મદા ભવનના એક મહિલા અધિકારીએ કર્યો છે. જોકે લોકજાગૃતિ માટે ઇ-કેવાયસી બાબતે 31 ડિસેમ્બર-2024 જણાવવામાં આવી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે રેશનકાર્ડ દ્વારા મળતો અનાજનો જથ્થો તથા વિવિધ માહિતી ઉપલબ્ધ થાય અને જુદી-જુદી સ્કીમોનો લાભ મળે એવા હેતુથી સરકાર દ્વારા ઈ-કેવાયસી કરાવવા અંગે અગાઉ તા.31 ડિસેમ્બર-2024 આખરી તારીખ હોવા અંગે જાહેરાત કરવામાં આવી હતી. પરિણામે વોર્ડ કચેરીઓ સહિત નર્મદા ભવન અને જૂની કલેકટર ઓફિસ સહિત ઠેકાણે થતી કાર્યવાહી કરાવવા લોકોની ભારે ભીડ જામતી હતી. આજે છેલ્લા દિવસે પણ નર્મદા ભવનમાં અને જૂની કલેક્ટર કચેરીએ પણ લાંબી કતારો ઇ-કેવાયસી માટે લાગી છે. દરમિયાન આ અંગે નર્મદા ભવનના ઉચ્ચ મહિલા અધિકારીને ઇ-કેવાયસી બાબતે પૂછપરછ કરી હતી. જેથી તેમણે ખુલાસો કર્યો હતો કે લોકોને સરકારી માહિતી અને સરકારી સ્કીમોનો વધુમાં વધુ લાભ  લેતા થાય એવા ઇરાદે ઈ-કેવાયસી બાબતે લોકજાગૃતિ સમાજમાં ફેલાય એ ઇરાદાથી 31 ડિસેમ્બર 2024ની તારીખ જાહેર કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી માટે આ કોઈ આખરી તારીખ નથી. હજી પણ લોકો રેશનકાર્ડનું આધારકાર્ડ સાથે ઇ-કેવાયસી હજી પણ કરાવી શકશે. જોકે આ અંગે ઘરે બેઠા પણ લિંક મેળવીને પ્રક્રિયા પૂરી કરી શકાય છે. આ ઉપરાંત વોર્ડ ઓફિસો સહિત જૂની કલેકટર કચેરી, અને નર્મદા ભવન ખાતે પણ કામગીરી ચાલુ જ રહેશે તેવી સ્પષ્ટતા કરી હતી.


Google NewsGoogle News