Get The App

વડોદરા પાલિકાની સ્થાયી સમિતિના સભ્યોનો વિરોધ હોવા છતાં સમા સર્કલના બ્રિજને ઊર્મિ બ્રિજ સાથે જોડીને કામગીરી કરાશે

Updated: Feb 26th, 2025


Google NewsGoogle News
વડોદરા પાલિકાની સ્થાયી સમિતિના સભ્યોનો વિરોધ હોવા છતાં  સમા સર્કલના બ્રિજને ઊર્મિ બ્રિજ સાથે જોડીને કામગીરી કરાશે 1 - image


Vadodara Corporation : વડોદરા શહેરના સમા વિસ્તારમાં અબાકસ સર્કલ પર નવીન ફ્લાય ઓવર બનાવવાનું કામ ઈજારદાર દિનેશચંદ્ર આર. અગ્રવાલને નેટ અંદાજ રૂ.42.85 કરોડના 32% વધુ ભાવ મુજબ રૂ.56.56 કરોડના ભાવે ડબલની જગ્યાએ સિંગલ પીલર ડિઝાઇન અને જુના ઊર્મિ બ્રિજ સાથે જોડાણ કરવાનું કામ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું છે.

શહેરના સમા વિસ્તારમાં અબાકસ સર્કલ પાસે નવીન બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. બ્રિજને તેની આગળ આવતા ઊર્મિ બ્રિજ સાથે જોઈન્ટ કરવાની વિચારણા આવી હતી. જે અંગે સ્થાયી સમિતિના સભ્યોએ સંયુક્ત અભ્યાસ કર્યો હતો અને ઊર્મિ બ્રિજ સાથે નવીન બની રહેલ બ્રીજને જોઈન્ટ કરવાની જરૂર નથી એવો એકમત રજૂ કર્યો હતો. જે બાદ સમગ્ર દરખાસ્ત મુલતવી રાખવામાં આવી હતી. ત્યારે સ્થાયી સમિતિના આજના કામમાં 30 મીટર રોડ પર સમા તળાવ ખાતે નવીન બ્રિજ અંદાજિત રકમ રૂ.42.85 કરોડના 32 ટકા વધુના ભાવે રૂ.56.56 કરોડનું ચુકવણું કરવા અંતર્ગત દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ડબલ પીલરની જગ્યાએ સિંગલ પીલર અને જૂના ઊર્મિ બ્રિજ સાથે નવીન બ્રિજને જોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે, બ્રિજના માર્જિન બ્રિજની કામગીરીથી માર્જિનને કારણે સળંગ 5.5 મીટરની ઊંચાઈ મળશે. સિંગલ ડિઝાઇનના કારણે બંને તરફ 10.50 મીટર કેરેજ-વે તથા 1.50 મીટરનો ફૂટપાથ મળી રહેશે. બ્રિજને જોડવાથી 40 મીટરનો ઓબલીગેટરિ સ્પાન બનવાના કારણે સર્કલવાળા બે રસ્તા પર વાહનોની અવરજવળ સરળતાથી થઈ શકશે. પાઈલ ગ્રુપ બદલાવાથી તેમજ એસઓઆર મુજબની નવીન કામગીરીનો અંદાજ 350 મીટર લંબાવવાનો હોવાથી હયાત ઊર્મિ બ્રિજ ડીમોલીસ કરી ટોપ લેવલે મર્જ કરી અપ ડાઉનની કામગીરી હાથ ધરવામાં આવશે. પરંતુ વધારાના માર્જિનની કામગીરી સંદર્ભે કુલ રૂપિયા 120 કરોડના રિવાઇઝ અંદાજના ખર્ચ/ભાવપત્રકની મંજૂરી મળવા સહ કામગીરી કરવા હાલના મળેલ નાણાકીય સમર્થનની રકમ રૂ.56.56 કરોડ બાદ વધારાના ખર્ચની રકમ રૂ.64.14 કરોડની વધારાની જોગવાઈ પાલિકાના અન્ય ગ્રાન્ટ પેટે અથવા બજેટ પેટે કરવી પડશે. જેથી પાલિકા પર આર્થિક બોજ વધશે.


Google NewsGoogle News