સરકારનો નિર્ણય : સામાજિક લાગણી દુભાય નહીં તે માટે આ શબ્દ પર લગાવાયો પ્રતિબંધ

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
સરકારનો નિર્ણય : સામાજિક લાગણી દુભાય નહીં તે માટે આ શબ્દ પર લગાવાયો પ્રતિબંધ 1 - image


Gujarat Government: રાજ્ય સરકારે સામાજિક લાગણી દુભાય નહીં તે માટે ઠાકરડા શબ્દ પર પ્રતિબંધ મૂક્યો છે, તેની જગ્યાએ હવે ઠાકોર શબ્દપ્રયોગનો અમલ કરવો પડશે. રાજ્યમાં છ જાતિના લોકો પર આ શબ્દની સીધી અસર થતી હોવાથી અનેક રજૂઆતો મળ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઠાકરડા શબ્દનો ઉપયોગ બંધ કરવાનું કહેવામાં આવ્યું

સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા આ શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એટલું જ નહીં મહેસૂલી રૅકોર્ડ અને પંચાયતના રૅકોર્ડમાં આ શબ્દ સુધારવાની અને સંબોધન ન કરવાની સૂચના આપવામાં આવી છે. અપમાન અને તિરસ્કાર જેવી લાગણી વ્યક્ત થતી હોવાથી આ શબ્દનો ઉપયોગ નહીં કરવા કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ૧૪૬ જાતિઓનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં ૭૨મા ક્રમાંક પર ‘ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી’ જાતિનો સમાવેશ કરવામાં આવેલો છે, આ પૈકી ઠાકરડા શબ્દનો ઉપયોગ બંધ કરવાનું કહેવામાં આવ્યું છે.

બધે ઠાકોર શબ્દ સુધારવાનો રહેશે

હવે જ્યાં જાતિ તરીકે ઠાકરડા શબ્દનો ઉલ્લેખ થયો હોય ત્યાં બધે સુધારીને ઠાકોર શબ્દ વાપરવાનો રહેશે. આ જાતિના નાગરિકોએ તેમના બાળકોના શાળા પ્રવેશ વખતે પણ જાતિ તરીકે ઠાકરડા લખાવ્યું હોય કે મહેસૂલી રૅકોર્ડમાં આ શબ્દનો પ્રયોગ થયો હોય તો તેના સ્થાને ઠાકોર સમજવાનું રહેશે.

આ પણ વાંચો : ચાંદીપુરાના લક્ષણો જણાતા જ તાકીદની સારવાર જરૂરી, મોડી સારવારથી મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરનું જોખમ

સરકારનો નિર્ણય : સામાજિક લાગણી દુભાય નહીં તે માટે આ શબ્દ પર લગાવાયો પ્રતિબંધ 2 - image


Google NewsGoogle News