Get The App

મહિલાનો રૂ. 18 લાખનો સોનાના દાગીના સાથેનો ડબ્બો ચોરાઈ ગયો

Updated: Feb 13th, 2025


Google News
Google News
મહિલાનો રૂ. 18 લાખનો સોનાના દાગીના સાથેનો ડબ્બો ચોરાઈ ગયો 1 - image


રાજકોટની આજી ડેમ ચોકડી પાસે બસમાં ચડતી વખતે  લોધિકાનાં બાલસર ગામની મહિલા ખારચીયા ગામે લગ્ન પ્રસંગમાં જઈ રહી હતી ત્યારે ચોરી થઈ ગઈ

રાજકોટ, : આજી ડેમ ચોકડી પાસેથી એસટી બસમાં બેસવા જતી મહિલાનો રૂ. 17.70 લાખની કિંમતનો સોનાના દાગીના સાથેનો ડબ્બો મહિલાએ ગીર્દીનો લાભ લઈ ચોરી લીધાની આજી ડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.

લોધીકાના બાલાસર ગામે રહેતા શિતલબેન દિનેશભાઈ મેત્રા (ઉ.વ. 32)એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ગઈ તા. 2 ફેબુ્રઆરીનાં રોજ પુત્રી પ્રગતી અને કૌટુંબીક નણંદ ઈલાબેન સાથે ખારચીયા ગામે માસીના દિકરાનાં લગ્નમાં જવાનું હોવાથી પતિ ત્રણેયને સવારે હરીપર (પાળ) ગામ સુધી મુકી ગયા હતાં. જયાં તેના બે બહેન પાયલ અને મીરા અગાઉથી જ રાહ જોઈને ઉભા હતાં. ત્યાર પછી પાંચેય રીક્ષામાં બેસી કે.કે.વી હોલ સુધી આવ્યા હતાં. તે વખતે રીક્ષામાં એક અજાણી મહિલા પહેલેથી બેઠી હતી. 

કે.કે.વી. હોલથી આજીડેમ ચોકડી જવા માંટે બીજી ઓટો રીક્ષામાં બેઠા હતાં. આજી ડેમ ચોકડી પહોંચ્યા બાદ ખારચીયા જવા માંટે બસમાં બેસવા ગયા હતાં ત્યારે ગીર્દીને કારણે અજાણી મહિલાઓ તેની આજુબાજુ ધક્કામુક્કી કરતી હતી. આખરે બસમાં બેસી ગયા બાદ થોડે દુર પહોંચ્યા બાદ પોતાનું લેડીઝ પર્સ જોતા તેની ચેઈન ખુલેલી હતી. 

પર્સ ચેક કરતાં તેમાંથી સોનાનાં ઘરેણાં ભરેલો ડબ્બો ગાયબ હતો. આ ડબ્બામાં સોનાનો હાર, સોનાના બે કંગન, સોનાનો ચેઈન, લેડીઝ માળા, એક જોડી બુટ્ટી, એક વીટી વગેરે મળી કુલ રૂપીયા 17.70 લાખનાં દાગીના હતાં. જેની ચોરી થઈ ગઈ હતી. આટલા દિવસ સુધી પોતાની રીતે તપાસ કરી હતી. પરંતુ કોઈ પરિણામ નહિ મળતા ગઈકાલે આજીડેમ પોલીસને જાણ કરી ફરીયાદ નોંધાવી હતી. આજીડેમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે. 

Tags :
Rajkotbox-with-gold-jewellerystolen

Google News
Google News