દસાડાના ઘાસપુરમાં મકાનના બાથરૂમમાંથી શંકાસ્પદ હાલતમાં મહિલાની લાશ મળી
- ગળાના ભાગે તિક્ષણ હથિયારના ઘાના નિશાન મળ્યા
- હત્યાની આશંકાને પગલે મોતનું કારણ જાણવા લાશને પીએમ અર્થે રાજકોટની હોસ્પિટલ મોકલાઇ
સુરેન્દ્રનગર : દસાડા તાલુકાના ઘાસપુર ગામે રહેતી મહિલાનું શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે. મહિલાના ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવતા પાટડી પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડી કાર્યવાહી હાથ ધરી છે.
દસાડાના ઘાસપુર ગામે રહેતી મહિલા મીનાબેન (ઉ.વ.આશરે ૪૧)ની તેમના જ ઘરના બાથરૂમમાંથી શંકાસ્પદ તેમજ લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ પરિવારજનોને થતાં આ અંગે પોલીસને જાણ કરતા પાટડી પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. પોલીસે પ્રથમિક તપાસ કરતા મહિલાના ગળાના ભાગે તિક્ષણ હથિયારના ઘા ના નિશાન જણાઈ આવ્યા હતા. આથી મહિલાનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હોવાની આશંકાને ધ્યાને લઈ મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મહિલાએ આત્મહત્યા કરી છે કે હત્યા નીપજવવામાં આવી છે તેનું સાચું કારણ પીએમ રિપોર્ટ બાદ માલુમ પડશે.